developer finance-banner_wc

banner-dynamic-scroll-cockpitmenu_genericpage

developerfinanceoverview_wc

ડેવલપર ફાઇનાન્સ: ઓવરવ્યૂ

ડેવલપર ફાઇનાન્સ પ્રોગ્રામ એ એવા રિયલ એસ્ટેટ ડેવલપર માટે એક ઉકેલ છે, જે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ માટે ફંડ મેળવવા માંગતા હોય છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ ડેવલપરને સ્પર્ધાત્મક વ્યાજ દરો પર યોગ્ય નાણાંકીય ઉકેલો પ્રદાન કરે છે, જેમાં મંજૂરી માટે ઝડપી ટર્નઅરાઉન્ડ સમય, રિલેશનશિપ મેનેજર દ્વારા સંચાલિત મોડેલ અને સુવિધાજનક પરત ચુકવણી વિકલ્પનો સમાવેશ થાય છે.

ડેવલપર ત્રણ અલગ-અલગ પ્રકારની લોન દ્વારા ફંડનો લાભ લઈ શકે છે:

  • કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ પ્રોગ્રામ
  • ઇન્વેન્ટરી ફંડિંગ સ્કીમ
  • પ્રોપર્ટી સામે લોન

developerfinance-features & benefits_wc

ડેવલપર ફાઇનાન્સ: વિશેષતાઓ અને લાભો

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ડેવલપર ફાઇનાન્સ વિકલ્પ સાથે, કરજદારોને સુવિધાઓની શ્રેણીનો લાભ મળે છે.

મોટી લોન મંજૂરી

રહેણાંક પ્રોજેક્ટ માટે ફંડ મેળવવા ઇચ્છતા પાત્ર ડેવલપર્સ તેમની અરજી અને નાણાંકીય સ્થિતિના આધારે નોંધપાત્ર લોન મંજૂરીથી લાભ મેળવી શકે છે.

સ્પર્ધાત્મક વ્યાજ દર

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આકર્ષક વ્યાજ દરો પર બાંધકામ ફાઇનાન્સિંગ પ્રદાન કરે છે જેથી પાત્ર ડેવલપર્સ નોંધપાત્ર રીતે લાભ મેળવી શકે અને બચત કરી શકે.

આરામદાયક રિપેમેન્ટ વિકલ્પો

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ડેવલપર ફાઇનાન્સ કરજદારોને તેમના નિર્માણ અને ચુકવણી શેડ્યૂલ સાથે સુમેળ સાધવા સુવિધાજનક ચુકવણી વિકલ્પો પસંદ કરવાની સુવિધા આપે છે. સરળ રિપેમેન્ટ માટે ડેવલપર તેમના પ્રોજેક્ટના રોકડ પ્રવાહના આધારે તેમની લોનની રકમના ભાગોની પરત ચુકવણીને કરી શકે છે.

પ્રિન્સિપલ મોરેટોરિયમ સુવિધા

ડેવલપર તેમના પ્રોજેક્ટમાં પ્રભાવી કેશ ફ્લો મેનેજમેન્ટમાં સહાયતા માટે તેમની લોનની પ્રારંભિક મુદત માટે મુદ્દલ રકમ પર મોરાટોરિયમનો લાભ પણ લઈ શકે છે.

પ્રિન્સિપલ અમાઉન્ટ એડજસ્ટમેન્ટ

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કરજદારોને પ્રૉડક્ટ પ્રોગ્રામ મુજબ આંશિક પ્રિપેમેન્ટ કરવામાં આવે તો શેડ્યૂલ કરેલ મૂળ રકમની ચુકવણીને ફરીથી શેડ્યૂલ કરવાની મંજૂરી આપે છે.

developerfinanceproductsoffered_wc

ડેવલપર ફાઇનાન્સ: ઑફર કરવામાં આવેલ પ્રોડક્ટ

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ ડેવલપર ફાઇનાન્સની છત્રી હેઠળ ત્રણ પ્રકારની લોન પ્રદાન કરે છે, જેમાં દરેક પ્રકારની લોન એ રિયલ એસ્ટેટના ફંડ માટેની સામાન્ય જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. ખાતરી કરો કે તમે તમારી ફાઇનાન્શિયલ જરૂરિયાતોને અનુરૂપ એક પસંદ કરો છો.

1. કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ પ્રોગ્રામ

કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ પ્રોગ્રામ એ આગામી/ચાલી રહેલા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સુવિધા આપે છે. જો કે, આ માત્ર રેરા દ્વારા માન્ય પ્રોજેક્ટ માટે માન્ય છે.

2. ઇન્વેન્ટરી ફંડિંગ સ્કીમ

ઇન્વેન્ટરી ફંડિંગ સ્કીમ એ રેસિડેન્શિયલ/કોમર્શિયલ પ્રોજેક્ટ માટે છે, જે પૂર્ણ થઈ ગયા છે અથવા પૂર્ણ થવાની તૈયારીમાં છે. તે ડેવલપર્સને તેમની કાર્યકારી મૂડીની જરૂરિયાત અને તેમના પ્રોજેક્ટ પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં પ્રોજેક્ટ ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે. ડેવલપર્સે નીચેના પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:

  • ડેવલપર્સે પ્રોજેક્ટના અમલીકરણમાં સ્વચ્છ ટ્રેક રેકોર્ડ દર્શાવવો આવશ્યક છે
  • પ્રોજેક્ટ વેચાણ અને રોકડ પ્રવાહ વેગનું મૂલ્યાંકન
  • ફંડના અંતિમ ઉપયોગનું મૂલ્યાંકન

3. પ્રોપર્ટી સામે લોન

પ્રોપર્ટી સામે લોન એ સ્વ-કબજાવાળી રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ જગ્યાઓ માટે ઉપલબ્ધ છે. ડેવલપર સુવિધાજનક પરત ચુકવણી વિકલ્પો, 15 વર્ષ સુધીની મુદત અને સ્પર્ધાત્મક વ્યાજ દરોનો લાભ મેળવી શકે છે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ડેવલપર ફાઇનાન્સ લોન પર સ્પર્ધાત્મક દરો પ્રદાન કરે છે અને લોન મંજૂરીના સમયથી ઝડપી વિતરણની ખાતરી આપે છે. આ લોન વિકલ્પ એવા ડેવલપર્સ કે જેઓ તેમના રહેણાંક/કોમર્શિયલ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ફંડ મેળવવા માંગતા હોય તેમના માટે આદર્શ છે. બાંધકામના કોઈપણ તબક્કા દરમિયાન લોન માંગી શકાય છે, પરંતુ અમારા આંતરિક મૂલ્યાંકન માપદંડોને પૂર્ણ કરતા હોવા જોઇએ. આજે જ અરજી કરો, અને અમારા પ્રતિનિધિ તમને અરજી પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે જેથી લોન લેવાની સરળ યાત્રા સુનિશ્ચિત થાય.

ડેવલપર ફાઇનાન્સ: વ્યાજ દરો, ફી અને શુલ્ક

ડેવલપર ફાઇનાન્સ: વ્યાજ દરો, ફી અને શુલ્ક

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ડેવલપર ફાઇનાન્સ પર સ્પર્ધાત્મક વ્યાજ દરો પ્રદાન કરે છે.

લોનનો પ્રકાર અસરકારક આરઓઆઈ (પ્રતિવર્ષ)
ડેવલપર ફાઇનાન્સ 9.00%* થી 17.00%*

વ્યાજ દરોની સંપૂર્ણ સૂચિ માટે, અહીં ક્લિક કરો.

પ્રીપેમેન્ટ અને ફોરક્લોઝર શુલ્ક**

શુલ્કનો પ્રકાર શુલ્કો
પૂર્વચુકવણી શુલ્ક/ફોરક્લોઝર શુલ્ક પૂર્વચુકવણી/ફોરક્લોઝર રકમના 4% સુધી

**કરજદાર દ્વારા પૂર્વચુકવણી શુલ્ક ઉપરાંત લાગુ જીએસટીની ચુકવણી કરવામાં આવશે

અન્ય ફી અને શુલ્ક

શુલ્ક લાગુ શુલ્ક
પ્રોસેસિંગ ફી લોનની રકમના 4% સુધી + લાગુ જીએસટી
ઇએમઆઇ બાઉન્સ શુલ્ક સંપૂર્ણ વિવરણ માટે નીચે પ્રદાન કરેલ ટેબલનો સંદર્ભ લો
દંડાત્મક શુલ્ક દંડ શુલ્ક વિશે જાણવા માટે અહીં ક્લિક કરો

ઇએમઆઇ બાઉન્સ શુલ્ક

લોનની રકમ શુલ્કો
₹15 લાખ સુધી રૂ.500
રૂ.15 લાખથી વધુ અને રૂ.30 લાખ સુધી રૂ.500
રૂ.30 લાખથી વધુ અને રૂ.50 લાખ સુધી રૂ.1,000
રૂ.50 લાખથી વધુ અને રૂ.1 કરોડ સુધી રૂ.1,000
રૂ.1 કરોડથી વધુ અને રૂ.5 કરોડ સુધી રૂ.3,000
રૂ.5 કરોડથી વધુ અને રૂ.10 કરોડ સુધી રૂ.3,000
₹10 કરોડથી વધુ રૂ.10,000

ફી અને શુલ્કની સંપૂર્ણ સૂચિ માટે, અહીં ક્લિક કરો.

*શરતો લાગુ

developerfinance_relatedarticles_wc

developerfinance-pac_wc

આ પણ જુઓ

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

CommonPreApprovedOffer_WC

પ્રી-અપ્રૂવ્ડ ઑફર